Kark Rashi 2025
Link https://www.gujaratsamachar.com/news/astro/scorpio-new-year-unexpected-expenses-and-wrongful-expenses-may-occur Gujarat Samachr Video Gujarat India World Sports Entertainment Business Astro Magazine HOME SHORTS WEBSTORY EPAPER ENGLISH Gujarat Samachar Astro કર્ક (ડ.હ.) : વર્ષ દરમ્યાન ગ્રહોની પ્રતિકૂળતા આપને મુશ્કેલીમાં મૂકે. સ્વાસ્થ્ય આપને સાથ ન આપતાં આપ ધંધામાં પૂરું ધ્યાન આપી શકો નહીં Updated: Oct 21st, 2025 GS TEAM - નાણાંભીડનો અનુભવ થાય. ઘરખર્ચ ચલાવવામાં વ્યવહાર સાચવવામાં આપને મુશ્કેલી પણ પડે વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ આપના માટે પ્રતિકૂળતાવાળું રહે. વર્ષ દરમ્યાન રાહુનું પ્રતિકૂળ પરિભ્રમણ તેમજ ગુરૂનું પ્રતિકૂળ સાનુકુળ પરિવર્તન આપના માટે મુશ્કેલી ઉભી કરનારું બની રહેશે. આરોગ્ય સુખાકારી આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ આપના માટે નબળું રહે. વર્ષ દરમ્યાન આપ આઠમા રાહુના બંધનમાંથી પસાર થઇ રહ્યા છો, તેથી વર્ષ દરમ્યાન કોઈને કોઈ શારિરીક માનસિક તકલીફ આપને આવ્યા કરે. તેમાં પણ તા. ૫ ડિસેમ્બરથી તા. ૧ જૂન સુધી ગુરૂ વક્રી થઇને મિથુન રાશિમાંથી પસાર થઇ રહ્યો છે જે પણ આપના માટે સારો નથી. ...